Daangમાં દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર બાળકના પરિવારને મળી સહાય
ડાંગ જિલ્લામાં વન્ય પ્રાણીઓના વધતા હુમલાઓ વચ્ચે એક કરૂણ ઘટના સામે આવી હતી, જેમાં એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હતો. ગત 23મી ડિસેમ્બરના રોજ ડાંગના જંગલ વિસ્તારમાં આવેલા મહાલ ગામે હિંસક દીપડાએ એક બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને મૃતક બાળકના પરિવારજનો માટે આર્થિક સહાય જાહેર કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી જયરામ ગામિત અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે પિડીત પરિવારની મુલાકાત લીધી હતી.













