ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રસ્તાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે રસ્તાની હદમાં કે તેને અડીને લારી-ગલ્લાં, પાકાં બાંધકામો અને અન્ય દબાણો ઊભા કરનારા દુકાનદારો અને ફેરિયાઓને નોટિસ આપી હતી.


સ્વૈચ્છિક રીતે હટાવવા માટે સૂચના આપવામાં આવી 

નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું કે સોમવાર સુધીમાં દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લે, અન્યથા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવશે. ડાંગ જિલ્લા પ્રાંત અધિકારી કાજલ આંબલીયા દ્વારા આજે આહવા નગરમાં માર્ગ અને મકાન વિભાગ અને સિટી સર્વે વિભાગને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ સ્વૈચ્છિક રીતે હટાવવા માટે સૂચના આપવામાં આવી હતી.

દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવ્યા

આ કડક કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. લાંબા સમયથી આ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા અને રાહદારીઓને મુશ્કેલી પડતી હતી. નોટિસ મળ્યા બાદ શનિવાર અને રવિવાર દરમિયાન ઘણા દબાણકર્તાઓએ પોતે જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કાર્યવાહીનો હેતુ આહવા નગરના માર્ગોને ખુલ્લા કરીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને રાહદારીઓની સુવિધા વધારવાનો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: