અંબાજી નજીક એલસીબી દ્વારા દારૂની હેરાફેરી વિરુદ્ધનું એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એલસીબીની ટીમે અંબાજી નજીક આવેલા ગના પીપળી ગામ પાસેથી એક શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, દારૂના તસ્કરો પાવડરના કટ્ટાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાનો કીમિયો અપનાવી રહ્યા હતા.
200 પેટી દારુ સાથે 50 લાખનો મુદ્દામાલ જપ્ત
એલસીબીએ આ કીમિયાનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા ટ્રકમાંથી 200 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો છે. દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી દ્વારા દારૂ ભરેલા આ ટ્રકને નજીકના હડાદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે અને પોલીસે આ નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.













