અંબાજીમાં વન અધિકારીઓ અને પોલીસ પર થયેલા પથ્થરમારાની ગંભીર ઘટનાને પગલે વહીવટી અને રાજકીય સ્તરે હરકત જોવા મળી છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અંબાજી સિવિલ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લીધી હતી.
કલેક્ટર મિહિર પટેલ પણ અંબાજી પહોંચ્યા
આ સાથે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ પણ અંબાજી પહોંચ્યા હતા. તેમણે તંત્ર પાસેથી ઘટનાની વિગત મેળવી અને ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવા માટે સૂચનાઓ આપી હતી.
પથ્થર તથા તીર-કામઠાનો ઉપયોગ
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, “આ ઘટનામાં કુલ 9 લોકોને પાલનપુર રેફર કરવામાં આવ્યા છે. આ હુમલો પૂર્વયોજિત હતો અને પથ્થર તથા તીર-કામઠાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે.”
હુમલો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હુમલો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હાલ પરિસ્થિતિ કાબૂમાં
ઘટનાને પગલે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે, જોકે હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું તંત્રએ જણાવ્યું છે.
અઢી વાગે 500 કરતા વધુ લોકોના ટોળાએ આવીને પુર્વ આયોજીત રીતે પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો
કલેક્ટરે જણાવ્યું હતું કે અંબાજીથી 12 કિમી દુર આ ઘટના બની છે. જ્યાં નર્સરી અને પ્લાન્ટેશનની કામગિરી ચાલતી હતી. ફોરેસ્ટ તથા પોલીસ અને રેવન્યુ વિભાગ પણ ત્યાં હતો. લગભગ અઢી વાગે 500 કરતા વધુ લોકોના ટોળાએ આવીને પુર્વ આયોજીત રીતે પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો. બનાવમાં ત્રણેય વિભાગના 47 અધિકારીઓને ઇજા થઇ છે. 45 ઇજાગ્રસ્તને અંબાજી સિવીલમાં લવાયા છે. વધુ સારવાર માટે 9 જણાને પાલનપુર ખસેડાયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે અને હાલત સ્ટેબલ છે. પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાઇ રહી છે. પોલીસ કડક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો---- Ambaji પથ્થમારાની ઘટનામાં PI આર.બી. ગોહિલને કાનમાં તીર વાગતા બેભાન, હાલત ગંભીર