શક્તિપીઠ અંબાજી ખાતે આજે પોષ સુદ પૂનમના પવિત્ર અવસરે જગતજનની મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન દિવસે માતાજીના દર્શન માટે આજે લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી ધામે ઉમટવાની સંભાવના છે.


 અંબાજી મંદિર પ્રશાસન દ્વારા વિશેષ અને સુચારુ આયોજન

મહોત્સવને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર પ્રશાસન દ્વારા વિશેષ અને સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોની સુવિધા માટે દર્શન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ તથા ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.

વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો

પોષ સુદ પૂનમનો દિવસ મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે માતાજીના વિશેષ શણગાર, આરતી અને પૂજાવિધિ યોજવામાં આવે છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.

અંબાજી સમગ્ર શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર

સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકો દ્વારા ભક્તોને કોઈ અસુવિધા ન પડે તે માટે સતત કામગીરી ચાલી રહી છે. પ્રાગટ્ય મહોત્સવ દરમિયાન અંબાજી સમગ્ર શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.


આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

  • Follow us on: