અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની દુખદ ઘટના સામે આવી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકનું કરુણ મોત થયું છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.


 અચાનક એક સિંહણે બાળક પર હુમલો કર્યો

માહિતી મુજબ માણાવાવ ગામની સીમમાં રામકુભાઈ વલકુભાઈ વાળાની વાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ કટારાનો પાંચ વર્ષીય દીકરો ધવલ રમતો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. સિંહણના હુમલાથી બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું

ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ

આ બનાવની જાણ થતાં ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી

વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આસપાસના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

લોકોમાં ભારે ભયનો માહોલ

આ બનાવ બાદ માણાવાવ અને આસપાસના ગામોમાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વનવિભાગ પાસે સિંહણને વહેલી તકે પકડવા અને વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ કરી છે.


આ પણ વાંચો----    New Delhi : ગુજરાતને લઇને PM નિવાસસ્થાને મળી બેઠક, ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ તથા ડે.સીએમ હર્ષ સંઘવી રહ્યા હાજર

  • Follow us on: