અમરેલીના ખાંભા તાલુકાના આંગણવાડી કાર્યકરો એક દિવસની CL પર ઉતરી હડતાળ પર ગયા હતા. ખડાધાર, ડેડાણ અને ખાંભા કેન્દ્રો એક દિવસ માટે બંધ રાખી બહેનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.


આંગણવાડી કાર્યકરો રેલી સ્વરૂપે ખાંભા મામલતદાર કચેરીએ પહોંચ્યા

આંગણવાડી કાર્યકરો રેલી સ્વરૂપે ખાંભા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી.

 કામગીરીનો ભાર સતત વધતો જાય છે

યુનિયન પ્રમુખ પૂજાબેન જોશીએ કામના વધતા બોજ અંગે આક્ષેપ કરતા જણાવ્યું કે MMY સહિત સગર્ભા મહિલાઓથી લઈ છ વર્ષ સુધીના બાળકોની કામગીરીનો ભાર સતત વધતો જાય છે.

સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ ફોન બંધ

બહેનોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ ફોન બંધ થઇ ગયા હોવાથી તેમને પોતાના વ્યક્તિગત ફોન દ્વારા કામગીરી કરવાની ફરજ પડી રહી છે. એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય કરતી નથી, ફોન હેંગ થાય છે છતાં કામનો દબાણ યથાવત રહે છે.

પગાર વધારો ન થતાં કાર્યકરોમાં રોષ

પગાર વધારો ન થતાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો એક મહિના સુધી રજા પર જઈ કેન્દ્રો બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે..


આ પણ વાંચો---     AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

  • Follow us on: