અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં શિવાજી વસ્તી દ્વારા સનાતન ધર્મની જાગૃતિ અને એકતાના હેતુથી ભવ્ય હિન્દુ સંમેલન તેમજ શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સથવારા સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ગાયત્રી યજ્ઞ અને મહાનુભાવોની ઉપસ્થિતિ

કાર્યક્રમની શરૂઆત ગાયત્રી પરિવારના હીરાભાઈ અને વીણાબેનની નિશ્રામાં પવિત્ર ગાયત્રી યજ્ઞ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે RSSના જિલ્લા કાર્યવાહક સૌરભભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના બગસરા પ્રમુખ વિકાસભાઈ, અને બજરંગ દળના રાજનભાઈ બાબરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ હિન્દુ સંસ્કૃતિના જતન અને સંગઠન શક્તિ પર ભાર મૂક્યો હતો.

ભવ્ય શોભાયાત્રા અને વેશભૂષા

સંમેલન બાદ બગસરાના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં બાળકોએ સનાતન ધર્મના વિવિધ દેવી-દેવતાઓની આકર્ષક વેશભૂષા ધારણ કરી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રા દરમિયાન સમગ્ર બગસરા જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભાવનાબેન સતાસીયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉપસ્થિત મેદનીને હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા આહવાન કર્યું હતું.

ટીમવર્ક અને સંચાલન

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મહેશભાઈ માડલીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સચોટ સંચાલન કીર્તિ મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું. બગસરાની ધર્મપ્રેમી જનતાએ આ આયોજનને ઉત્સાહપૂર્વક વધાવ્યું હતું.


આ પણ વાંચો - Amreliના રાજુલા નજીક ભેરાઇ ચોકડી પાસે સર્જાયો હૃદયદ્રાવક અકસ્માત


  • Follow us on: