અમરેલીના ગિરિયા નજીક એક કૂવામાંથી પાચેક દિવસ પહેલા પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતાં. આ મૃતદેહોની તપાસમાં તેમના ઘરેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં મૃતકની પત્ની સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓ મૃતકને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરતા હતાં. પોલીસે સુસાઈટ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


મૃતકના ઘરેથી સ્યુસાઈટ નોટ મળી આવતા ફરિયાદ

અમરેલીના ગિરિયા નજીક પાંચેક દિવસ પહેલા એક કૂવામાંથી પિતા અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી તાલુકા પોલીસે પહેલા એડીની નોંધ કર્યા બાદ મૃતકના ઘરે તપાસ હાથ ધરી હતી. જ્યાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટના આધારે પોલીસે મૃતક દિપક રામાણીના પત્ની સહિત સાત આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મૃતક દિપક રામાણી અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ફરજ બજાવતા હતા.

મૃતકને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરતા

મૃતકને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરતા આપઘાત કર્યો હોવાની તેમના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. મૃતકે આપઘાત કર્યો ત્યારે મોબાઈલ પણ કૂવામાં નાંખ્યો હોવાથી પોલીસ મોબાઈલ શોધવા પહોંચી હતી. મોબાઈલમાં મહત્વના પુરાવા હોવાને કારણે ફાયરની ટીમ સાથે 50 ફૂટ ઊંડા કૂવામાં મોબાઈલની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસને આ મોબાઈલમાં કેટલાક મહત્વના પુરવા મળે તેવી આશંકા છે. શોધખોળ શરૂ કરાઈ છે પણ મોબાઈલ હજી સુધી મળી આવ્યો નથી.


આ પણ વાંચોઃ Gujarat News: શોર્ટ વેકેશન હોવાથી ત્રણ હજારથી વધુ લોકો ફરવા ગયા છે, હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત


  • Follow us on: