ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં પોરબંદરના નાગરિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. પોરબંદરના લગભગ 10થી 15 હજાર યુવકો અને યુવતીઓ ફસાયા હોવાની વિગતો સામે આવતા તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાત ટુરિઝમ સોસાયટીના ચેરમેન મનિષ શર્માએ કહ્યું હતું કે, હાલમાં શોર્ટ વેકેશન ચાલી રહ્યું છે જેથી રાજ્યમાંથી ત્રણ હજારથી વધુ લોકો ફરવા માટે વિદેશ ગયા છે.


ત્યાંની સરકારે ત્યાં ગયેલા લોકો માટે વ્યવસ્થા કરી છે

ગુજરાત ટુરિઝમ સોસાયટીના ચેરમેન મનિષ શર્માએ કહ્યું હતું કે, શોર્ટ વેકેશન ચાલી રહ્યું હોવાથી ત્રણ હજારથી વધુ લોકો દુબઈ, શારજાહ અને અબુધાબીમાં ફરવા માટે ગયા છે. સરકાર ત્યાંના ટુરિઝમ અને સરકાર સાથે સંપર્કમાં છે. સાઉદી તરફ લોકો ઉમરા કરવા માટે ગયાં છે. સરકારે ત્યાં ગયેલા લોકો માટે વ્યવસ્થા કરી છે. અમને હાલ પ્રવાસીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે. ક્યાંક કોઈનો સંપર્ક કપાયો હોય અને તેને સમસ્યા ઉભી થઈ હોય તેવું બની શકે છે. ત્યાંની સરકારે ત્યાં ફરવા ગયેલા પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરી છે. સ્થિતિ ક્યારે સુધરશે તે કહેવું વહેલું છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: આજથી રાજ્યમાં ઉનાળાની શરૂઆત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધશે


  • Follow us on: