ગુજરાતમાં શિયાળાની વિદાય લગભગ નક્કી થઈ ગઈ છે. આજથી ઉનાળાની શરૂઆત થઈ હોવાનું હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે. આજથી શરૂ થયેલા માર્ચ મહિનામાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. પવનની દિશા બદલાતા રહેશે ગરમી અને મહતમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.


સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે

માર્ચમાં અંગ દઝાડતી ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. માર્ચ મહિનામાં 40 ડિગ્રી સુધી ગરમીનો પારો અનુભવાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. આગામી પાંચ દિવસ વાતાવરણમાં ઉકળાટ અનુભવાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 35 ડિગ્રી ગરમીનો પારો રહેશે. મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાનને લઈ વાત કરીએ તો અમદાવાદમાં 33.3, ડીસામાં 34.2 ડિગ્રી, ગાંધીનગરમાં 32.2 ડિગ્રી, ભુજમાં 33.8 ડિગ્રી, રાજકોટમાં 33.9 ડિગ્રી, કંડલામાં 32.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: મેઘાણીનગરમાં જૂની અદાવતમાં હુમલો, યુવકનું મોત થતાં પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો


  • Follow us on: