અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં ભાજપના નેતાને જાણે સત્તાનુ શૂરાતન ચડ્યું હોય તેવો મામલો સામે આવ્યો છે. નગરપાલિકાના ચેરમેને પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. નશામાં ચકચૂર બનેલા ભાજપના નેતા કીર્તિ ટોટાએ પોલીસ સ્ટેશન માથે લીધું હતું. ભાજપનો નેતા છું કહીને પોલીસ કર્મચારીઓ સામે દાદાગીરી કરી હતી. બાવળા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


બાવળા નગરપાલિકાના કારોબારી ચેરમેનની દાદાગીરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે બાવળા નગરપાલિકાના કારોબારી ચેરમેન કીર્તિ ટોટાએ દારૂના નશામાં ચકચૂર બનીને પોલીસ સ્ટેશન માથે લીધું હતું. ભાજપનો નેતા છું કહીને પોલીસ કર્મચારીઓ સામે દાદાગીરી કરી હતી. તેણે પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશનમાં જ ઝપાઝપી કરી હતી. નશાની હાલતમાં વાહન ચાલક સામે પણ દાદાગીરી કરી હતી. તેની સામે વાહનચાલકે તકરારની ફરિયાદ નોંધાવ્યા બાદ એટ્રોસિટીની પણ ફરિયાદ નોંધાઈ હતી. તેણે યુવકને અપશબ્દો બોલીને તકરાર કરી હતી અને માર માર્યો હતો. પોલીસને પડકાર ફેંકનારના હાલ કેવા થશે તેવી વાતો કરતા મંત્રીઓ હવે તેમના જ પક્ષના આ નેતાના હાલ કેવા કરશે તેની ચર્ચાઓ ચારેબાજુ થઈ રહી છે.


આ પણ વાંચોઃ Gujarat News: પોરબંદરના 15 હજાર જેટલા લોકો ઈઝરાયેલમાં ફસાયા, એક યુવકે વીડિયો બનાવી અપીલ કરી


  • Follow us on: