ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં પોરબંદરના નાગરિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. પોરબંદરના લગભગ 10થી 15 હજાર યુવકો અને યુવતીઓ ફસાયા હોવાની વિગતો સામે આવતા તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ એક યુવકે વીડિયો બનાવીને પોરબંદરમાં રહેતા લોકોને અપીલ કરી છે.
ઈઝરાયેલમાં પોરબંદરના નાગરિકો ફસાયા
ઈઝરાયેલમાં ફસાયેલા એક યુવકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. તેણે આ વીડિયોમાં કહ્યું છે કે, તેઓ જે જગ્યાએ છે ત્યાં યુદ્ધની સ્થિતિ સામાન્ય છે, કોઈ મોટી ચિંતાનું કારણ નથી. માત્ર સાયરનો વાગી રહી છે. અહીં બધા એક સાથે છે. જેથી પોરબંદરના લોકોના સગાઓએ ચિંતા કરવાની જરૂર નથી. જાનહાનીના બનાવો પણ ખૂબ ઓછા છે. બીજી તરફ યુદ્ધના સમાચાર મળતા જ ઈઝરાયેલમાં રહેલા પોરબંદરના લોકોના સગાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
આ પણ વાંચોઃ Chhota Udepur News: વાહ AIના યુગમાં કેવો ગજબનો વિકાસ, નથી લાઈટ કે નથી રસ્તા, સગર્ભાની કાચા રસ્તે જ પ્રસુતિ













