ગુજરાતમાં રસ્તાના અભાવે આંતરિયાળ વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સગર્ભાઓને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્ટ્રેચરમાં ઉંચકીને લઈ જવી પડે છે. ફરીવાર આવો એક બનાવ નસવાડીના કુપ્પા ગામમાં સામે આવ્યો છે. આ વિસ્તારમાં એક સગર્ભાને સ્ટ્રેચરમાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડી હતી. તેની પ્રસુતિ પણ કાચા રસ્તે થઈ હોવાની વિગતો સામે આવી છે.


સગર્ભા મહિલાને સ્ટ્રેચરમાં ઉંચકી જવી પડી

નસવાડીના કુપ્પા ગામમાં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને સ્ટ્રેચરમાં ઊંચકીને લઈ જવી પડી હતી. આજે વહેલી સવારે રસ્તાના અભાવે મહિલાના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાકો રસ્તો ના હોવાથી સગર્ભાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક કિ.મી સુધીના કાચા રસ્તે સગર્ભાની પ્રસુતિ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં માતા અને બાળકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સગર્ભાના પરિવારજનો બેટરીના અજવાળે આજે વહેલી સવારે તેને સ્ટ્રેચરમાં લઈને નીકળ્યા હતાં. 

આ પણ વાંચોઃ Surat: સચિન GIDC પોલીસે આંતરરાજ્ય ગુનાનો ભેદ ઉકેલ્યો, તમિલનાડુમાં ચોરી કરી સુરતને આશરો બનાવનારા બે શખ્સો ઝડપાયા


  • Follow us on: