છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સીમલ ધોડા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલના લાઈનિંગમાં ભારે ભંગાણ પડ્યું છે. લાઈનિંગ વોલમાં મોટી તિરાડ અને ગાબડાં પડતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.


ગેટ નજીક ગાબડું પડ્યું

ખાસ કરીને નર્મદાની મુખ્ય કેનાલના ગેટની નજીક ગાબડું પડતાં જોખમ ઉભુ છે. પાણીનો ફલો વધવાથી ભયજનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

ગાબડું વધે તો નુકસાનની આશંકા

જોકે, જો પાણીનો પ્રવાહ વધતો રહ્યો તો ગાબડું વધુ વધે તેવી શક્યતા છે, જેના કારમે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો-----     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી


  • Follow us on: