છોટાઉદેપુર જીલ્લામાં વિકાસની વાતાનો દાવા પોકળ સાબિત થયાની ઘટના સામે આવી છે. છોટઉદેપુરમાં પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઊંચકી 5 કિમી દૂર લઈ જવાઈ. પરિવારના લોકોએ મહિલાને ઝોળીમાં ઉચકી 108 સુધી લઈ ગયા. 108 કેમ પ્રસૂતા મહિલાના ઘર સુધી પહોંચી ના શકી તેને લઈને જરૂર અચરજ થાય છે. સાથે સવાલ પણ થાય છે કે ગગનભેદવાનો સંકલ્પ કરનારા ધરતી પરની સામાન્ય જરૂરિયાતો પૂર્ણ કરવામાં કેમ અસફળ થયા. આ તે કેવો વિકાસ ? જયાં પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઊંચકીને કેમ લઈ જવી પડી ?


પ્રસૂતાને ઝોળીમાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવાઈ

ગુજરાતા વિકાસ મોડલની દુનિયાભરમાં વાતો થાય છે. ત્યારે છોટાઉદેપુર જેવી ઘટનાઓ બતાવે છે કે વિકાસ ફક્ત ચોક્કસ લોકોનો અને ચોક્કસ વિસ્તારનો જ થયો છે. પ્રસૂતા મહિલાને ઝોળીમાં લઈ જવાની ઘટના કવાંટ તાલુકાના આંબા ડુંગર ગામની છે. આ ગામમાં માનુકળા ફળિયામાં રહેતી પ્રસૂતાને ગઈકાલે અચાનક પીડા ઉપડી. પરીવારના સભ્યોએ તાત્કાલિક હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક કર્યો. અને હોસ્પિટલ સત્તાવાળાઓએ 108 એમ્બ્યુલન્સ ત્યાં મોકલી. પરંતુ અંતરિયાળ વિસ્તારના રસ્તા એટલી હદે ખરાબ હતા કે ત્યાં 108 જઈ શકે તેમ નહોતી. એટલે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા પ્રસૂતાને તેના પરીવારના સભ્યો દ્વારા ચાદરની મોટી ઝોળી બનાવીને લઈ જવામાં આવી.

આંબા ડુંગર ગામના સ્થાનિકોમાં રોષ

ક્વાંટના આંબાડુગર ગામના માનુકળા ફળિયાની ઘટના સામે આવતા લોકોમાં ચિંતાનું મોજું  ફરી વળ્યું. આ વિસ્તારના લોકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ ફરિયાદ કરતાં કહ્યું કે વરસાદી સિઝનમાં અમારા વિસ્તારની આ જ સ્થિતિ જોવા મળે છે. આ વર્ષે સારો વરસાદ ખાબક્યો. હાલમાં વરસાદે વિરામ લીધા બાદ પણ તંત્ર દ્વારા કાચા રસ્તા બાબતે કોઈ નક્કર પગલા લેવાયા નથી. ખરાબ રસ્તાના કારણે લોકોને રોજિંદા જીવન જરૂરીયાતા કાર્યોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં લોકોને પડતી હાલાકીને લઈને ઉદાસીનતા દેખાઈ. પ્રસૂતાને ઝોળીમાં લઈ જવાના કિસ્સા છેલ્લા કેટલાક સમયમાં વધ્યા છે. આંબાડુંગર ગામના માનુકલા ફળિયાની કોકીલાબેન ભીલ નામની મહિલાને ઝોળીમાં ઊચકીને 5 કિલોમીટર દૂર હાફેશ્વર લઈ જવાઈ. હાલ તેઓ સારવાર હેઠળ છે.


  • Follow us on: