હોળી ધુળેટી તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી વતન જતાં મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને સાબરમતીથી દાનાપુર સુધી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.સાબરમતી રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક દિવસોથી મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ખાસ કરીને મહેસાણા, પાલનપુર, અજમેર, જયપુર અને પ્રયાગરાજ તરફ જતા મુસાફરોની સંખ્યા વધતા રેલવે તંત્રએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી

હોળી-ધુળેટી પર મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જવા રવાના થતા હોય છે. તેને કારણે નિયમિત ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાંબી બની રહી હતી. આ પરિસ્થિતિમાં મુસાફરોને રાહત મળે તે માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.રેલવે અધિકારીઓએ મુસાફરોને સમયસર સ્ટેશન પર પહોંચવા અને ટિકિટ અંગેની માહિતી સત્તાવાર વેબસાઈટ અથવા રેલવે હેલ્પલાઈન દ્વારા મેળવવા અપીલ કરી છે.

રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ

અમદાવાદ અને સુરત સહિતના રેલવે સ્ટેશનો પર હોળી ધુળેટી પર પોતાના વતનમાં જતાં પરપ્રાંતિયો અને અન્ય મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને કોઈ અગવડ ના પડે તે માટે ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી વિમાન સેવા પર અસર, અમદાવાદથી ટેકઓફ કરતી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ



  • Follow us on: