અમદાવાદમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યાં છે. જમાલપુરમાં હેબતખાન મસ્જિદ પાસે અંગત અદાવતમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. બે જૂથો વચ્ચે સામ સામે હુમલો થયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાયકવાડ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
જૂની અદાવતમાં સામસામે થયો હુમલો
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં હેબતખાન મસ્જિદ પાસે બે જૂથો વચ્ચે જૂની અંગત અદાવતમાં અથડામણ થઈ હતી. જૂની અદાવતમાં સામ સામે હુમલો થતાં પોલીસ દોડી ગઈ હતી. આ ઘટનામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ગાયકવાડ પોલીસે ઈજાગ્રસ્તોની પુછપરછ કરીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Rajkot News: બી.એ.ડાંગર કોલેજ દ્વારા લેટ ફીના નામે રોજના 100 રૂપિયા ઉઘરાવે છે, વિદ્યાર્થીઓનો આક્ષેપ













