અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા હુમલામાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉની અદાવતને પગલે 24મી તારીખે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.કરણ પ્રજાપતિ પર કેટલાક શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરણને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ
ચંદનનગર ગેટ પાસે બનેલા આ બનાવ અંગે જયકિસન તોમર અને વિરુ તોમર સહિત વિશાલ ચૌહાણ અને સૌરભ ઉર્ફે હેપ્પી સામે ફરિયાદ નોંધાઈ છે.મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે. વિસ્તારમાં બનાવને લઈને તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: દહેગામ નરોડા હાઈવે પર ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે રાજસ્થાનીની ધરપકડ













