ગુજરાતમાં દારૂની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. દારૂબંધીની વાતો વચ્ચે બોર્ડર પરથી કેવી રીતે રાજ્યમાં દારુ ઘૂસાડવામાં આવી રહ્યો છે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. દહેગામ નરોડા હાઈવે પરથી પસાર થઈ રહેલી ક્રેટા કારમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.


પોલીસે ક્રેટા ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો

દહેગામ નરોડા હાઈવે પર એક કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી. પોલીસે આ બાતમીને આધારે વોચ ગોઠવીને ત્યાંથી પસાર થઈ રહેલી ક્રેટા કારને રોકી હતી. પોલીસે પીછો કરીને દહેગામ નરોડા હાઇવે ઉપર વડોદરા પાટીયા નજીક આવેલ શ્રી રામ વિલેજ હોટલની સામે રોડ ઉપરથી ક્રેટા ગાડીને ઝડપી પાડી હતી. ગાડીમાંથી 572 વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી.સાડા ચાર લાખ રૂપિયાની કિંમતના દારૂ સાથે વિદેશી દારૂનો જથ્થો લઈને જતા બંને બુટલેગર ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા રાજુરામ સોગારામ બિસનોઈ અને ડાલુરામ જોધા રામ જાટ બંને રાજસ્થાની હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: દારૂના નશામાં ચકચૂર બાવળા નગરપાલિકાના કારોબારી ચેરમેને પોલીસ સ્ટેશન માથે લીધું


  • Follow us on: