દહેગામ નગરપાલિકાના વોર્ડ નં. ૧. માં પોલીસ સ્ટેશનની બાજુના રસ્તાની સાઇડ પર આવેલ શ્રમિક પરિવારોની ઝુંપડપટ્ટી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) તંત્ર દ્વારા જમીન દોસ્ત કરી નાખાતાં શ્રમિક પરિવારો બેઘર બન્યાં હતા.


 વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે અપીલ

દબાણો હટાવવાના મામલે અહીંયા વર્ષોથી વસવાટ કરતા રહીશો દ્વારા આજે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં છત છીનવાઈ જતા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે અપીલ કરી હતી

નગરપાલિકામાં વર્ષોથી વેરો ભરે છે

જેના દબાણ તોડી નાખવામાં આવ્યા છે એવા પરિવારોએ દાવો કર્યો હતો કે તેઓ નગરપાલિકામાં વર્ષોથી વેરો તેમજ ટેક્સ ભરપાઈ કરી રહ્યા હતા તેમ છતાં પણ તેમના વસવાટને દબાણ ગણી હટાવી દેવાયું છે.


આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: