અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામ નજીક આવેલી સીમમાં મધમાખીઓએ આતંક મચાવ્યો છે. ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકો અને ખેડૂતો પર અચાનક ઝેરી મધમાખીઓ ત્રાટકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભટવદર ગામની સીમમાં એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મધમાખીઓના ઝુંડે તેમના પર હુમલો કર્યો હતો.


ખેતરમાં કામ કરતા ખેડૂત પર મધમાખી ત્રાટકી

ખેડૂતની ચીસાચીસ સાંભળી નજીકમાં કામ કરતા અન્ય લોકો તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, ઝેરી મધમાખીઓ આ બચાવવા આવેલા લોકો પર પણ તૂટી પડી હતી. આ હુમલામાં કુલ 10 જેટલા લોકો મધમાખીના ડંખનો ભોગ બન્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ત્રણ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

10 જેટલા લોકોને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા

આ પંથકમાં વારંવાર ઝેરી મધમાખીઓના હુમલાની ઘટનાઓ બની રહી હોવાથી સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. ખેત મજૂરો અને ખેડૂતો હવે ખેતરમાં કામ કરતા પણ ડર અનુભવી રહ્યા છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: