અમરેલીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 15 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બોલેરો કાર અચાનક પલટી ગઈ
ઘટનાની મળતી વિગતો અનુસાર, અમરેલીના સેંજળ ગામ પાસેથી પસાર થઈ રહેલી બોલેરો કાર અચાનક પલટી ગઈ હતી. જે કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આ સાથે કારમાં સવાર અન્ય 15 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને અમરેલી, વંડા અને સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દીકરીને તેડવા આવેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.













