ખાસ કરીને જિલ્લાના મોટા માર્કેટયાર્ડ સાવરકુંડલા,અમરેલી, બાબરા સહિતના માર્કેટયાર્ડમાં કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. અમરેલી જીલ્લો ખેતી આધારિત જીલ્લો છે અમરેલી જિલ્લામાં ખેડૂતો સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર કરે છે ત્યારે અત્યારે માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની આવક હોય છે જિલ્લાના મોટાભાગના માર્કેટ યાર્ડમાં હાલ કપાસની બમ્પર આવક જોવા મળી રહી છે.


અમરેલી જિલ્લામાં કપાસનો વેપાર કરતા વેપારીઓમાં ખુશીનો માહોલ

સરેરાશ અમરેલી જિલ્લાના મોટા માર્કેટયાર્ડમાં કપાસની આવક બમ્પર છે ખાસ કરીને અમરેલી બાબરા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સરેરાશ 50,000 મણ કપાસની આવક થઈ રહી છે હાલ ખેડૂતોને કપાસનો ભાવ ₹800 થી લઈ 1500 રૂપિયા સુધીનો મળી રહ્યો છે જેને લઇને ખેડૂતો ખુશ છે. અમરેલી જિલ્લાના મોટાભાગના માર્કેટ યાર્ડમાં હાલ પુષ્કળ પ્રમાણમાં કપાસ આવે છે ખેડૂતોને કપાસના ભાવ ₹800 થી લઈને રૂપિયા 1500 સુધીના મળી રહ્યા છે.

અમરેલી જિલ્લાના મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે

સારા ભાવ મળવાને લીધે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ઓછા ભાવ મળતા ક્યાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને લીધે કપાસનો પાક પર પડી ગયો હતો ત્યારે પલળેલા કપાસનો ખેડૂતોને ઓછો ભાવ મળે છે જ્યારે સારા કપાસનો ભાવ ખેડૂતોને રૂપિયા 1000 થી લઈને ₹1,500 સુધીના ભાવ મળી રહ્યા છે એકંદરે ખેડૂતોને સારા ભાવ મળતા હાલ તો અમરેલી જિલ્લાના મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે.

ખેડૂતોને 800 થી 900 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે એકંદરે ખેડૂતોને સારા ભાવ મળે છે

ત્યારે સાવરકુંડલાના માર્કેટ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અત્યારે અમરેલી જિલ્લાના મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે અમરેલી જિલ્લાના મોટા માર્કેટ યાર્ડમાં સાવરકુંડલા બાબરા અમરેલી સહિતના યાર્ડમાં સરેરાશ કુલ 50,000 મણ કપાસની આવક થઈ રહી છે જે ગત વર્ષ કરતાં વર્ષે ખૂબ સારી છે સારો કપાસ હોય તો ખેડૂતોને રૂપિયા 1000 થી લઈને 1500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જ્યારે કમોસમી માવઠામાં પલ્લી ગયેલા કપાસના ભાવ ખેડૂતોને 800 થી 900 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે એકંદરે ખેડૂતોને સારા ભાવ મળે છે.

ખેડૂતો પોતાનો કપાસ લઈને માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે

અમરેલી જિલ્લામાં કપાસનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે હાલ ખેડૂતો પોતાનો કપાસ લઈને માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસની ખૂબ સારી આવક છે સારા કપાસ નો ભાવ ખેડૂતોને રૂપિયા 1000 થી લઈને રૂપિયા 1500 સુધીના મળી રહે છે જ્યારે નબળા કપાસનો ભાવ ખેડૂતોને રૂપિયા 800 થી લઈને રૂપિયા 900 સુધીના મળે રહ્યા છે ત્યારે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે તો ઓછો ભાવ મળતા ખેડૂતો નારાજ છે.

 

  • Follow us on: