અમરેલીમાં બૂથ લેવલ ઓફિસરના મોતની ઘટના મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે ઘટના બની તે દુઃખદ છે અને રાજ્ય સરકાર આ દુઃખ વ્યક્ત કરે છે. વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર વિષય તપાસનો છે અને તપાસ થઈ રહી છે.
ઘટના બની તેનું રાજ્ય સરકારને દુઃખઃ વાઘાણી
સાથે જ તેમણે આ મુદ્દે રાજકારણ કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, SIRના નામે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. રાજકીય પ્રતિક્રિયા આપતા વાઘાણીએ કહ્યું કે બિહારમાં કોંગ્રેસની યાત્રાનું સુરસુરિયું થયું છે અને રાહુલ ગાંધી જવાબ આપવા પણ આવ્યા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં ઘૂસીને નામો ચડાવ્યા હોય તેની સામે આ કામગીરી છે.













