ગુજરાતમાં રોડ અને રસ્તાના કામનું મોનિટરિંગ કરવા માટે કેબિનેટ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગના ઈજનેર ઢોલાવાલાનો તેમણે ઉધડો લીધો હતો. લીલીયા રોડની ખરાબ હાલતને લઈ તેમણે અધિકારીને ખખડાવ્યા હતાં.
R & Bના મુખ્ય ઇજનેર ઢોલાવાલાનો લીધો ઉધડો
રાજ્ય સરકારના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી આજે અમરેલી પહોંચ્યા હતાં. તેમણે અમરેલીમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન લીલીયામાં રોડની ખરાબ હાલત જોઈએ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર ઢોલાવાલાને ખખડાવી નાંખ્યા હતાં. લાલાવદરથી કેરીયા નાગસ રોડની કામગીરી પર પણ સવાલ ઉભા થયા હતાં. આ ઉપરાંત 2024માં બનેલા રોડના કામોની તપાસ કરવા સૂચના આપી હતી. જ્યારે મંત્રી કૌશિક વેકરીયાએ વિઝિલન્સ તપાસની સૂચના આપી હતી.













