ધારી ગામની સ્થાપના થઈ ત્યારથી લઈને ધારી ગ્રામ પંચાયતના વહીવટ સુધી અનેક કામો ગ્રામ પંચાયત હસ્તક થયા છે અને ધારી ગામ તેમજ અલગ અલગ પરા વિસ્તારની ગ્રામ પંચાયત દ્વારા લોકોની પાયા સુવિધાની બાબતોને લક્ષ આપીને કાર્યો પૂર્ણ થતા હતા. પરંતુ જ્યારથી ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ દિન સુધી નગરપાલિકાની કામગીરી ઉપર અસંખ્ય સવાલો ઊભા થયા છે. નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી કોઈપણ કામગીરી સમયસર થતી નથી નથી પૂરતા પ્રમાણમાં મેનપાવર કે નથી પૂરતા પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણેના સાધનો.
નગરપાલિકાને જાણે કોઈ અસર ન હોય એવું દેખાઈ રહ્યું છે
ધારી ગામ તેમજ અલગ અલગ પરા ને સંયુક્તમાં રાખીને નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ ધારી શહેરના પાયાના પ્રશ્નો તેમજ સફાઈના પ્રશ્નો સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો પાણી વિતરણના પ્રશ્નો શહેરની બગીચાની જાળવણીના પ્રશ્નો તેમજ ધારી ગામથી થોડા અંતરે આવેલા દરેક પરાના પ્રશ્નો જેને ઉકેલવામાં આખરે નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે. સ્થાનિક લોકોના દિન પ્રતિદિન આક્ષેપો નગરપાલિકાની કામગીરી ઉપર થતા રહેશે પરંતુ આ નગરપાલિકાને જાણે કોઈ અસર ન હોય એવું દેખાઈ રહ્યું છે. સવાલ તો અહીં એ ઉપસ્થિત થાય છે કે કેવી રીતના આ નગરપાલિકાની કામગીરી ચાલતી હશે.













