અમરેલીના રાજુલા શહેરમાં હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલો શાતિર આરોપી અંતે પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસ દ્વારા શિવરાજ ધાખડા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે અગાઉથી જ 35 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
શિવરાજ ધાખડા હત્યાના પ્રયાસ સહિત કુલ ત્રણ ગુનામાં ફરાર હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શિવરાજ ધાખડા હત્યાના પ્રયાસ સહિત કુલ ત્રણ ગુનામાં ફરાર હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે, જેથી ગુનાની હકીકત અને ઘટનાક્રમની વધુ સ્પષ્ટતા થઈ શકે.













