રાજુલા શહેરી વિસ્તારમાં વીજળીની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર દ્વારા મોટી પહેલ કરવામાં આવી છે. રાજ્યના ધારાસભ્ય હીરાલાલ સોલંકીના હસ્તે આજે રૂ.6.50 કરોડના માતબર ખર્ચે PGVCLના અંડરગ્રાઉન્ડ વાયરિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 38 કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ વાયરિંગ નેટવર્ક તૈયાર કરવામાં આવશે.


ધારાસભ્યના હસ્તે થયું ખાતમુહૂર્ત

ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે આ કામગીરીથી રાજુલામાં જે વારંવાર વાવાઝોડું, ભારે પવન અને વરસાદ દરમિયાન વીજળી પુરવઠો ખોરવાઈ જતો હતો તે પ્રશ્નનો કાયમી ધોરણે હલ થશે. આ યોજનાથી વીજ અકસ્માતોનું જોખમ પણ ઘટશે અને શહેરીજનોને અવિરત અને સુરક્ષિત વીજ પુરવઠો મળી રહેશે. ધારાસભ્યએ ઉમેર્યું હતું કે વિકાસના કામો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: