આણંદ જિલ્લાના આંકલાવ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા નવા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. આંકલાવના વાંટા વિસ્તારમાં રોડને રી-કાર્પેટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે રી-કાર્પેટમાં નિયમોનું પાલન થયું નથી. માત્ર કપચીની ચાદર પાથરીને તેના પર ડામર પાથરી દેવામાં આવ્યો છે.


રોડના પોપડા ઉખડ્યાનો સ્થાનિકોનો આક્ષેપ

આ નબળી કામગીરીના કારણે નવીન બનાવેલા રોડના પોપડા હાથથી ઉખડી રહ્યા છે, જેના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. સ્થાનિકોએ કામની ગુણવત્તા બાબતે હોબાળો મચાવ્યો હતો અને પાલિકા દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાલિકાના ઈજનેરે પણ સ્થળ પર આવીને કામગીરીની મુલાકાત લીધી નથી. આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી સ્થાનિકોની માંગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: