કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદની મોટી શાકમાર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. વારંવાર સૂચનાઓ છતાં લારીઓ રસ્તા પર ઊભી રાખીને ટ્રાફિક અવરોધ સર્જાતા દબાણ હટાવવાની કામગીરી જરૂરી બની હતી.
લારીઓ અને પરચુરણ સામાન જપ્ત
દબાણ શાખાની ટીમ દ્વારા મોટી શાકમાર્કેટ પાસે ટ્રાફિક માટે અડચણરૂપ 3 લારીઓ, અન્ય પરચુરણનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.













