આણંદ એલ.સી.બી. ટીમે બોચાસણ ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલા ટેન્કરને ઝડપી પાડી કુલ 30,31,760નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હરિયાણાના ટેન્કર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.


ઘટનાની વિગત

પોલીસને બાતમી મળી હતી કે વાસદથી કાઠિયાવાડ તરફ જતા સફેદ ટેન્કરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે. જેથી એલ.સી.બી. ટીમે વહેલી સવારે વાસદ-બગોદરા સ્ટેટ હાઈવે પર બોચાસણ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી.

 6480 નંગ ક્વાર્ટરીયા મળ્યા

ટેન્કર અટકાવતા પોલીસએ ચાલક અજરૂદીન સુલેમાન ખાન (આકેરા, નુહુ, હરિયાણા)ની અટકાયત કરી પૂછપરછ કરી. તેણે ટેન્કરમાં રહેલા સામાન અંગે સંતોષકારક જવાબ ન આપ્યો. ત્યારબાદ ટેન્કરના પાંચેય ખાના ખોલીને તલાશી લેતા 6480 નંગ ક્વાર્ટરીયા ભારતીય બનાવટના દારૂ મળી આવ્યા.. પોલીસે વિદેશી દારૂ કિંમત (20,21,760 રુપિયા) તથા ટેન્કર અને મોબાઇલ ફોન: 10,000 મળી 30,31,760 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

કાયદેસરની કાર્યવાહી

પૂછપરછમાં ટેન્કર ચાલકે જણાવ્યું કે સાહિદ (કોટલા, નુહુ, હરિયાણા) નામના વ્યક્તિએ ગોવા પાસેથી દારુ ભરેલું ટેન્કર તેને આપેલું હતું જેથી આ આધારે, એલ.સી.બી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે..

આ પણ વાંચો---  Vadodara : શહેરના ટ્રાફિક જંકશનો પર વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિકના ફ્લો અંગેનો ડ્રોનથી સર્વે શરુ કરાયો


  • Follow us on: