ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રસ્તા પર આવેલા ગેરકાયદેસર દબાણો પર આજે કાર્યવાહી કરવામાં આવી. ગામમાં લગભગ 6 જેટલા કાચા–પાકા દબાણો JCB મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા.


દબાણો દૂર કરવાની કામગીરી

સૂત્રો મુજબ, પાચ મહુડી રોડ પર આવેલા દબાણો તેમજ ગ્રામ પંચાયત સામેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ઉમરેઠ પોલીસનો બંદોબસ્ત

આ કાર્યવાહી દરમિયાન ખાખણપુરા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ બોડી તેમજ ઉમરેઠ પોલીસનો બંદોબસ્ત હાજર રહી કામગીરી સુચરિત રીતે પૂર્ણ કરવામાં આવી. ગામના મુખ્ય માર્ગો પર દબાણો દૂર થતાં વાહન વ્યવહાર સહજ બન્યો છે.

આ પણ વાંચો---  Surat : ચોંકાવનારી ઘટના, ઘરેથી ભાગેલી સગીરાને દંપતીએ આશરો તો આપ્યો પણ પછી બતાવ્યો અસલી ચહેરો, વાંચો દર્દનાક ઘટના

  • Follow us on: