આણંદ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન સર્જાતી હીટવેવના કારણે નાગરિકોને લૂ લાગવાની અને તેના પરિણામે સ્વાસ્થ્ય બગડવાની શક્યતા વધી જાય છે. હીટવેવથી માનસિક તાણ થાય છે અને મૃત્યુની પણ સંભાવના રહે છે. હીટવેવ દરમ્યાન તેની અસરને ઓછી કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામા આવી છે. જેમા નીચે મુજબના સહાયક પગલાં લેવા જિલ્લાના નાગરિકોને જણાવાયું છે.
બુટ અને ચંપલનો ઉપયોગ ફરજીયાત કરવો
તરસ ના લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવું.તેમજ ઓરલરી હાઈડ્રેશન સોલ્યુશન (ORS) નો ઉપયોગ કરવો અને ઘરે બનાવેલ પીણાં જેવાં કે લસ્સી, લીંબુ પાણી, છાશ વગેરેનો વધુ ઉપયોગ કરવો. હીટવેવ દરમ્યાન હવામાનની આગાહી જાણવા માટે નિરંતર રેડિયો સાંભળવો, ટીવી જોવી અને સમાચાર પત્ર જોતા રહેવું. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઈટ https://mausam.imd.gov.in પરથી મેળવો. જરૂર પડ્યે ઘરની બહાર જવાનુ થાય ત્યારે સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ ફરજીયાત કરવો તથા પગમાં ચંપલ અથવા બુટ પહેરો.કારણવશ બહાર જવાનું થાય ત્યારે મુસાફરી દરમ્યાન સાથે પીવાનું પાણી અચૂક રાખવું.












