આણંદ શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આ વચ્ચે આણંદ શહેરમાં એક બાઈક ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની ઘટનાનો વધારો થવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આણંદ શહેરમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસેથી એક યુવક દ્વારા બાઇકની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ડુપ્લિકેટ ચાવીથી સ્ટાર્ટ કરીને ફરાર થઈ ગયો ગઠિયો
ઘટનાની મળતી વિગતો અનુસાર, આણંદ શહેરમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે એક બાઈક રોડ પર પાર્ક કરેલી હતી. આ દરમિયાન એક યુવક આવ્યો અને તેને ડુપ્લિકેટ ચાવીથી સ્ટાર્ટ કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બાઈકચોર યુવકે પોતાના મોંઢા પર રૂમાલ બાંધીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.













