અમદાવાદ જિલ્લાના સાણંદમાં હત્યાના ગુનાના આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચરલ ગામ ખાતે આરોપી મહેશના ગેરકાયદે દબાણને તોડી પાડવામાં આવ્યું છે. આરોપી મહેશ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે.
આરોપી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો
તેણે ચરલ ગામના ત્રણ રસ્તા પાસે GIDCની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને પાન પાર્લર શેડ બનાવ્યો હતો. તારીખ 19/11/2025ના રોજ GIDC ઓફિસના સ્ટાફ અને સાણંદ GIDC પોલીસની હાજરીમાં આ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે.













