આણંદ જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ડુંગરીપુરા પાસે બાઈક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


ઘટનાની વિગત

આણંદ જિલ્લાના ડુંગરીપુરા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ મામલે ઉમરેઠ પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત ડુંગરીપુરા પાટીયા પાસે થયો હતો. જે કારણે ટ્રાફિક જામ થયો હતો.

ખંભોળજ પોલીસ અને ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી

ઓડ ઉમરેઠ મુખ્ય માર્ગ પર ડુંગરીપુરા પાટીયા પાસે એક અલ્ટો કાર અને એક બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા ખંભોળજ પોલીસ અને ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસ દ્વારા માર્ગ પરના ટ્રાફિક જામને હળવો કરવામાં આવ્યો હતો. હાલ ઉમરેઠ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Anand News : જાન ઘરે પહોંચવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચી, આણંદમાં લગ્નમાં લેવડ-દેવડમાં વર-કન્યા પક્ષ વચ્ચે પથ્થરમારો થયો


  • Follow us on: