ગુજરાતમાં ખાણીપીણીની ચીજવસ્તુઓને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં ખોરાક સલામતી મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગ દ્વારા હોટેલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સુંદર કાઠીયાવાડી હોટેલનો કેરીનો રસ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો. આ હોટેલને વિભાગ દ્વારા 25 હજારનો દંડ કરવામાં આવ્ચો હતો.


ગોપીશ્રી ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો

આણંદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલોમાં દરોડા પાડી ખોરાકનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સુંદર કાઠિયાવાડી હોટેલમાં તપાસ કરતાં કેરીનો રસ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો. જેથી હોટેલને વિભાગ દ્વારા 25 હજારનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત ખંભાતમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ખંભાતની રાણા જીવણલાલ મણીલાલ પેઢીમાંથી ગોપીશ્રી ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો.

રાણા જીવણલાલની પેઢીને 1.75 લાખનો દંડ

આણંદની રાણા જીવણલાલની પેઢીને 1.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે આણંદની સહયોગ રેસ્ટોરન્ટનો પનીરનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. આ હોટલને પણ એક લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. એજ્યુકેટિંગ અધિકારી અને આરએસી ઋુતુરાજ દેસાઈએ સમગ્ર બાબતે હોટેલોને દંડ ફટકાર્યો હતો. ખોરાકમાં ગુણવત્તા અને સલામતી સાથે બેદરકારી ચલાવી લેવાશે નહીં તેવું તેમણે જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ Rajkot માં વાયરલ ઇન્ફેકશનનો કહેર, દરરોજ સરેરાશ 300 થી વધુ લોકો બીમારીનો શિકાર


  • Follow us on: