આણંદના વલ્લભવિદ્યાનગર વિસ્તારમાં દહેશત ફેલાવનાર આરોપીને પોલીસે કાયદાના શાન કરાવી છે. પોલીસને બાતમી આપ્યા હોવાના વહેમ રાખીને બે નિર્દોષ લોકો પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયેલા આરોપી જીતુ હરિભાઈ મહારાજને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી જીતુ મહારાજે વરુણ અને અન્ય એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોતાનું એક્ટિવા મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે થાનગઢની એસઓજી પોલીસે બાતમીના આધારે આરોપીને દબોચી લીધો હતો.
પોલીસે આરોપી જીતુ મહારાજને કરાવ્યું કાયદાનું ભાન
આરોપીની ધરપકડ બાદ તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. ગુનેગારોમાં પોલીસનો ડર રહે અને લોકોમાં સુરક્ષાની ભાવના જળવાય તે હેતુથી પોલીસે હરિઓમ નગરમાં આરોપીનો વરઘોડો કાઢ્યો હતો. જે સ્થળે હુમલો થયો હતો ત્યાં આરોપીને લઈ જઈને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપી જીતુ મહારાજે જાહેરમાં બે હાથ જોડીને લોકોની માફી માંગી હતી. આ દ્રશ્ય જોવા માટે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીની પ્રજામાં સરાહના થઈ રહી છે.













