શિયાળામાં ઠંડી સાથે સાથે ચોરીની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ચોરીની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ગત રાત્રે ફરી બે મકાનમાં ચોરીની ઘટના સામે આવતા લોકોમાં રોષ સાથે ભય જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. આ ચોર ચોરી કરવા માટે કારમાં આવ્યા હતા, અને ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.


જલારામ સોસાયટીમાં તસ્કરોએ બે મકાનનાં તાળાં તોડ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં આવેલી જલારામ સોસાયટીમાં તસ્કરોએ બે મકાનનાં તાળાં તોડ્યા હતા. કારમાં આવેલા તસ્કરો ચોરી કરીને થયા ફરાર થયા હતા. જલારામ સોસાયટી 33 Aના મકાનનું તાળુ તોડી ને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાંથી 10 નંગ સોનાની ચૂની, સોનાનું પેન્ડલ, ચાંદીની પગના છડા અને 5થી 7 હજાર રૂપિયા રોકડા ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા.

ઉમરેઠ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ પર સવાલ

આ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે તસ્કરોએ માટે મકાનની તીજોરી કબાટ પેટી ટેબલ ઘરવખરી વેરવિખેર કરી નાખ્યું હતું. આ સાથે અન્ય મકાનની વાત કરવામાં આવે તો તસ્કરોએ 22 નંબરના મકાનનું તાળું તોડ્યું હતું. મકાન માલિક બહાર રહેતા હોવાથી આ મકાન ખાલી હતું. જે કારણે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. આ ચોરીની ઘટનાને કારણે ઉમરેઠ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.


આ પણ વાંચો - Anand News: ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની લાલ આંખ, પોલીસ કાફલા સાથે દબાણો હટાવાયા, જુઓ Video


  • Follow us on: