કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદના મોટી શાકમાર્કેટ વિસ્તારમાં ઉભા રહેતા લારીવાળાઓને વારંવાર જણાવવા છતાં પણ પોતાની લારીઓ ઊભા રાખતા હોય જે લોકોને અડચણરૂપ થતા હોય ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.એસ્ટેટ વિભાગ દ્વારા આણંદના મોટી શાકમાર્કેટ પાસેના વિસ્તારમાંથી ટ્રાફિકને અડચણરૂપ અને દબાણ કરનાર ૦૩ લારીઓ અને પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.


70,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો

આ ઉપરાંત અમુલ ડેરી રોડ ઉપર શાક માર્કેટ પાસે આવેલી 07 જેટલી દુકાનોના દુકાનદારો દ્વારા રોડ ઉપર લોકોને નડતરરૂપ થાય તે રીતે દુકાનનો માલ સામાન રાખવામાં આવ્યો હતો. આવા 07 દુકાનદારોને દરેકને 10,000 મળીને કુલ 70,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા લોકોને અડચણરૂપ થાય તે રીતે દુકાનદારો પોતાનો માલ સામાન ફૂટપાથ ઉપર બહાર ન મૂકે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ

મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન મનપા વિસ્તારના કોઈપણ દુકાનદારો દ્વારા તેમનો માલ સામાન જાહેર રસ્તા પર મુકેલો હશે, ફૂટપાથ ઉપર મુકેલો હશે, ટ્રાફિક સમસ્યા ઊભી થતી હશે તો આવા દુકાનદારો પાસેથી કાયદાની જોગવાઈને આધીન દંડ વસૂલ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.


આ પણ વાંચોઃ Gujarat News : ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો

  • Follow us on: