અંજાર પોલીસ દ્વારા સેવાનો ઉત્તમ દાખલો બેસાડતા, ગુમ થયેલા મોબાઈલ અને ચોરીના ગુનામાં રિકવર કરાયેલા દાગીના તેના અસલી માલિકોને પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસે 15 મોબાઈલ શોધી માલિકને પરત કર્યા
અંજાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી લાંબા સમયથી ગુમ થયેલા 15 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત, વિવિધ મંદિર ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં પોલીસે સઘન તપાસ કરીને આશરે રૂ.13 લાખની કિંમતનો મુદ્દામાલ (સોના-ચાંદીના દાગીના અને રોકડ) રિકવર કર્યો હતો. આ તમામ કિંમતી વસ્તુઓ મંત્રીશ્રીના હસ્તે જે-તે માલિકોને સુપ્રત કરવામાં આવી હતી.













