અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધેલ રૂ.50 લાખ સામે રૂ. 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં તેમને ત્રાસ આપનારા ત્રણ વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4 ટકા વ્યાજ ઉપર 50 લાખ લીધા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે.તેઓના પતિએ વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4 ટકા વ્યાજ ઉપર 50 લાખ રૂપિયા લીધા હતા.જે માટે સિક્યુરિટી પેટે 25-25 લાખના બે ચેક આપ્યા હતા.અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરવા માટે કહ્યું હતું.
કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા મંગાયા
જે બાદ 45 મહિના સુધીમાં 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા માંગી ધાક ધામકીઓ આપી રહ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ
આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવિણાબેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અફઝલ પઠાણ પઠાણી ઉઘરાણી કરતો
પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ,તૌસિફ શેખ અને ઝુંબેર શેખને નામના શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાંણા આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઇ ચુક્યા છે.
આ પણ વાંચો----- Ahmedabad : વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ, મારી નાખવાના ઇરાદે ગોળી માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ