અંકલેશ્વર શહેર નજીક આવેલા નોબેલ માર્કેટ વિસ્તારમાં સ્ક્રેપના બે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી.
ડમ્પીંગ સાઈટમાં લાગેલી આગ ફેલાઈને સ્ક્રેપના ગોડાઉન સુધી પહોંચી
પ્રાથમિક માહિતી મુજબ નજીકની ડમ્પીંગ સાઈટમાં લાગેલી આગ ફેલાઈને સ્ક્રેપના ગોડાઉન સુધી પહોંચી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોડાઉનમાં જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.













