અંકલેશ્વર નગરમાં આવેલી 42,000 મિલકતોમાંથી દરરોજ અંદાજે 40 ટન જેટલો ઘન કચરો એકઠો થાય છે. નગરપાલિકા દ્વારા 18 જેટલા વાહનોની મદદથી આ કચરો એકત્ર કરી સુકવલી સ્થિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ પર મોકલવામાં આવે છે. પાલિકાએ માત્ર રૂ.2.75 કરોડના ખર્ચે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે જે દરરોજ 80 ટન કચરાનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે.


લેગસી વેસ્ટનો નિકાલ

છેલ્લા 7 વર્ષથી જમીન પર ધરબાયેલા અને ગંદકી તેમજ દુર્ગંધ ફેલાવતા 'લેગસી વેસ્ટ' (જૂનો કચરો) નો નિકાલ કરવા માટે પણ પાલિકાએ આયોજન કર્યું છે. પ્રતિ ટન ₹1020 ના ખર્ચે આ વર્ષો જૂના કચરાના પહાડોને દૂર કરવામાં આવી રહ્યા છે.

ગંદકીના પહાડથી બાગ સુધીની સફર

પાલિકાના આ સઘન પ્રયાસોને કારણે કચરાના મોટા ડુંગરો હવે અદ્રશ્ય થઈ રહ્યા છે. સંપૂર્ણ કચરાનો નિકાલ થયા બાદ આ ખાલી થયેલી જગ્યા પર સુંદર બાગ-બગીચો બનાવવાનું આયોજન છે, જેથી આ વિસ્તારની કાયાપલટ થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: