અરવલ્લી જિલ્લાના હાઈવે પર જાણે કાળમુખા વાહનો ત્રાટક્યા હોય તેમ અલગ-અલગ બે અકસ્માતોમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોમાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હિટ એન્ડ રનની ઘટનામાં ખેડાના યુવકનું મોત
પ્રથમ ઘટના ધનસુરા-બાયડ હાઇવે પર બની હતી. જ્યાં એક અજાણ્યા વાહને બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકનું નામ જીગ્નેશ ચૌહાણ છે અને તે ખેડા જિલ્લાનો રહેવાસી હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ પોલીસ કરી રહી છે.













