અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વખતપુરા ગામની સીમમાંથી નવજાત શિશુ મળવાની ઘટના સામે આવી છે. વખતપુરા ગામ પાસે આવેલા ખેતરમાંથી અંદાજે 2.5 કિલો વજનનું સ્વસ્થ નવજાત શિશુ મળી આવ્યું હતું.
રડતા બાળકનો અવાજ સંભળાયો
મળતી માહિતી મુજબ, રાહુલસિંહ મકવાણા સહિત 8 જેટલા યુવાનો ખેતર વિસ્તારમાં હતા, ત્યારે તેમને રડતા બાળકનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં તપાસ કરતાં ખેતરમાં પડેલું નવજાત શિશુ મળ્યું હતું.













