રાજ્યમાં ચોરની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે પોલીસ સક્રિય થઈ છે. અરવલ્લી પોલીસ દ્વારા બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ બાઈક ચોરીની અમદાવાદ અને રાજસ્થાનમાંથી કરવામાં આવી છે. અમદાવાદમાંથી બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં હાશકારો થયો છે. આ અરવલ્લી પોલીસે બાઈકચોરને ઝડપી લીધો છે. પોલીસે અમદાવાદમાંથી 6 અને રાજસ્થાનમાંથી 1 એક કૂલ 7 બાઇક રિકવર કરવામાં આવ્યા છે.


ગેંગના અન્ય 4 આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

આ ચોર 350 CCની બાઇકની ચોરી કરી રાજસ્થાનમાં વેચતો હતો. આ ગેંગના આપોપી વિકેશ ખરડીને પોલીસે ઝડપી લીધો છે. અરવલ્લી જિલ્લા એલસીબીએ બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કરતા અન્ય આરોપીઓ પણ ઝડપથી ઝડપાઈ જાય તેવી શક્યતા છે. આ સાથે પોલીસ પૂછપરછમાં અન્ય ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે. પોલીસે 3.90 લાખની કિંમતની 7 બાઇકનો કબ્જે કરી મુળ માલિકોને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે આ ગેંગના અન્ય 4 આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - RSS: ઝઘડો કરવો આપણા સ્વભાવમાં નહી, ભાઇચારો જ આપણી પરંપરા.. સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન


  • Follow us on: