મોડાસામાં કોલેજમાં એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીને બિભત્સ માંગણી કરતા મેસેજ કરવામાં આવ્યા હતા. આ મામલે કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ આ લંપટ પ્રોફેસરની ધરપકડ કરી લેવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો?
ઘટનાની મળતી વિગતો અનુસાર, ગત રોજ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણે એક અઠવાડિયામાં ત્રણ વિદ્યાર્થિનીઓને બિભત્સ માંગણી કરતા મેસેજ કરવામાં આવ્યા હતા. આરોપી મનીષે પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીઓ પાસે બિભત્સ માંગણી કરતા મેસેજ કર્યા હતા. આ સાથે તેણે વિદ્યાર્થિનીને પાસ કરાવી આપવાની લાલચ પણ આપી હતી.













