અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂતો આજે પુરતુ ખાતર ના મળતા ભારે હોબાળો મચાવ્યો છે. ખેડૂતોએ કૃષિ સંઘની ઓફિસમાં સમગ્ર દિવસ રજાનું બોર્ડ લાગતા ગુસ્સે ભરાયા હતા અને ખેડૂતો દ્વારા ગોડાઉનનં લોક તોડી નંખાયું હતું.


ગોડાઉનમાં રહેલું ખાતર રાજસ્થાન મોકલાઇને ત્યાં વેચાયું હોવાનો આરોપ

ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ગોડાઉનમાં પૂરતું યુરિયા ખાતર સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં નથી આવતું. વધુમાં, તેમનું કહેવું છે કે ગોડાઉનમાં રહેલું ખાતર રાજસ્થાન મોકલાઇને ત્યાં વેચાયું છે. આ કારણસર છેલ્લા 15 દિવસથી ખેડૂતો વલખાં મારી રહ્યા છે

 પોલીસ સ્થળ પર પહોંચી

મેઘરજ સંઘ વિસરણ સેન્ટર પર સવારે ખેડૂતો પહોંચ્યા ત્યારે ભારે ભીડ જોવા મળી હતી. રજાનું બોર્ડ લાગી જતાં ખેડૂતોએ ગોડાઉનું તાળુ તોડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

ખાતરની બે ગાડી રિલીઝ થઇ છે

ખેડૂતોમાં આ ઘટનાથી આક્રોશની લાગણી છવાઈ છે. આજે સવારથી જ ખેડૂતોની લાંબી લાઇન જોવા મળી રહી છે. જો કે સેન્ટરના મેનેજરે કહ્યું હતું કે ખાતરની બે ગાડી રિલીઝ થઇ છે અને હવે સંઘમાં યુરિયાનું વેચાણ શરુ થશે


આ પણ વાંચો---  Gujarat Latest News Live : ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખનું વાદળ આજે રાત્રે ગુજરાતમાં પ્રવેશ કરશે, આકાશ વધુ ધુમ્મસવાળું જોવા મળશે


  • Follow us on: